આંદેરણા-પાધેડા વિસ્તારમાંથી કારમાં રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે કાર્યવાહી હાથ ધરી
Views: 100
0 0
Read Time:2 Minute, 25 Second

મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે ચલાવવામાં આવતી ઝુંબેશ અંતર્ગત આંદેરણા ગામ સામે આવેલા પાધેડા વિસ્તારના ખરાબામાંથી એક કારમાં રાખવામાં આવેલ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને મોરબી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે આંદેરણા ગામની સામે પાધેડા વિસ્તારમાં એક સફેદ રંગની હ્યુન્ડાઇ વેરના કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 મિલી ક્ષમતાની ઇંગ્લિશ દારૂની 960 શીલપેક બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹76,800 કિંમતનો દારૂ તથા ₹3 લાખ કિંમતની કાર સહિત કુલ ₹3.76 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે GJ-01-KP-1882 નંબરની કારના સંદર્ભે આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા, પો.સ.ઇ. સી.એસ. સોંદરવા તેમજ મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *