અમદાવાદ જમીન વિવાદ ગોળીબાર કેસમાં કાનૂની કાર્યવાહી તેજ : નિવૃત્ત DySP સહિત ત્રણ આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગ
Views 43

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં જમીન વિવાદ દરમિયાન થયેલા ગોળીબાર કેસમાં પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. નિવૃત્ત DySP સહિત ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે વધુ પૂછપરછ અને ઘટનાના તમામ પાસાઓની તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને લાવવામાં આવતા ખેંચતાણ અને હંગામાના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ જમીન માલિકી, કબજો અને આર્થિક વ્યવહારને લઈને વિવાદ ઉગ્ર બનતાં ગોળીબારની ઘટના બની હતી.
પોલીસ તપાસમાં ઘટનાસ્થળના CCTV, હથિયારનો ઉપયોગ, બંને પક્ષોના નિવેદનો તેમજ વિવાદના મૂળ કારણોની તપાસ ચાલી રહી છે. કોર્ટના નિર્ણય બાદ રિમાન્ડ અંગે વધુ સ્પષ્ટતા થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!