સુરોની સાંજે દિનેશ હોલ ગુંજ્યો : ઓલ ઈન્ડિયા રેડિયોના ૯૦મા વર્ષમાં સુગમ સંગીત સમારોહે અમદાવાદને મંત્રમુગ્ધ કર્યું
Views 25

અમદાવાદ : ઓલ ઈન્ડિયા રેડિયોના પ્રારંભના ૯૦મા વર્ષની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં સંગીતપ્રેમીઓ માટે યાદગાર સાંજ સર્જાઈ હતી. ઓલ ઈન્ડિયા રેડિયો અમદાવાદ દ્વારા તા. ૨૭ મે, ૨૦૨૬ના રોજ સાંજે ૭ વાગ્યે આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલ ખાતે આયોજિત સુગમ સંગીત સમારોહમાં સુરોની સરસ મહેફિલ જામતાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

કાર્યક્રમમાં જાણીતા ગાયકો શ્રી વીરેન્દ્ર પુરોહિત, શ્રી અર્ચિત પાટડિયા, સુશ્રી સુચી ત્રિપાઠી અને શ્રીમતી મીરાંદે શાહએ પોતાની મધુર અવાજથી સુગમ સંગીતની રજૂઆતો કરી હતી. સંગીતકાર શ્રી હસમુખ પાટડિયાના સંગીત સંકલનથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો હતો. શ્રોતાઓએ વિવિધ રચનાઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
કાર્યક્રમ અંગે માહિતી આપતા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ઓફિસ હેડ શ્રી એન.એલ. ચૌહાણએ જણાવ્યું હતું કે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી વિશ્વનાથ કાંબલ્યાલ, અધિક મહાનિર્દેશક (સામગ્રી), મુંબઈ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શ્રી જે.કે. ચંદીરાજી, નિવૃત્ત અધિક મહાનિર્દેશક ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

વિશેષ નોંધનીય બાબત એ રહી કે ૬૭૮ બેઠકો ધરાવતો દિનેશ હોલ શરૂઆતથી અંત સુધી ખચાખચ ભરેલો રહ્યો, જે કાર્યક્રમ પ્રત્યે લોકોના ઉત્સાહ અને ઓલ ઈન્ડિયા રેડિયો પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિબિંબ બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગીતરસિકોએ સુગમ સંગીતના સુરોમાં ડૂબકી લગાવી અનોખો આનંદ અનુભવ્યો હતો.
ઓલ ઈન્ડિયા રેડિયોના નવ દાયકાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ સમારોહ માત્ર સંગીતનો કાર્યક્રમ નહીં, પરંતુ સંસ્કૃતિ, સ્મૃતિ અને સંગીત સાથેનો ભાવનાત્મક મેળાપ બની રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!