મુલાકાતથી વિશ્વાસ સુધીનો સફર : નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મેદાની હાજરી હવે કાયમી ઉકેલ તરફ વળે તેવી પ્રજાની અપેક્ષા
Views: 76
0 0
Read Time:3 Minute, 7 Second

તાજેતરમાં મોરબી જિલ્લામાં નવા નિયુક્ત અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય કેન્દ્રો, ગૌશાળાઓ તેમજ જાહેર સેવાઓ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાતો વધતી જોવા મળી રહી છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નેકનામ, સાવડી અને લજાઈ પીએચસી સેન્ટરોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી, જ્યારે યુવા મેયર ઉત્તમ સુરાણીએ ‘નંદીધર ગૌશાળા’ની મુલાકાત લઈને સ્થિતિની જાણકારી મેળવી હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારની મુલાકાતો પ્રજાના દૃષ્ટિકોણથી સકારાત્મક સંકેત માનવામાં આવે છે, કારણ કે ચૂંટણી બાદ સામાન્ય રીતે ઘણા વિસ્તારોમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના દર્શન દુર્લભ બનતા હોવાના આક્ષેપો વારંવાર ઉઠતા રહે છે. ત્યારે હાલ મેદાનમાં ઉતરી પ્રજાની વચ્ચે જઈ સમસ્યાઓને નજીકથી સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે લોકતંત્ર માટે આશાજનક સંદેશ માનવામાં આવી શકે.

પરંતુ પ્રશ્ન માત્ર મુલાકાતોનો નથી, પરિણામોનો પણ છે. મતદાર પ્રજામાં એવી અપેક્ષા છે કે આવી મુલાકાતો માત્ર ફોટોસેશન, ઔપચારિકતા અથવા સસ્તી પ્રસિદ્ધિ સુધી સીમિત ન રહે, પરંતુ જે સમસ્યાઓ વર્ષોથી યથાવત છે — આરોગ્ય સેવાઓની અછત, સ્ટાફની ખામી, ગ્રામ્ય સુવિધાઓ, પશુ આશ્રયની સ્થિતિ કે સ્થાનિક નાગરિક પ્રશ્નો — તેનું કાયમી નિરાકરણ લાવવા દિશામાં પગલાં લેવાય.ખાસ કરીને આરોગ્ય કેન્દ્રોની મુલાકાતના સંદર્ભમાં જોવામાં આવે તો માત્ર સમીક્ષા પૂરતી નહીં, પરંતુ દવાઓની ઉપલબ્ધતા, તબીબી સ્ટાફની હાજરી, ઈમરજન્સી સુવિધાઓ અને ગ્રામ્ય દર્દીઓને સમયસર સારવાર મળે તેવો વાસ્તવિક સુધારો જોવા મળે ત્યારે જ પ્રજાનો વિશ્વાસ મજબૂત બનશે. એ જ રીતે ગૌશાળાઓની મુલાકાત બાદ પશુઓની સંભાળ, ચારો, પાણી અને સંચાલન જેવી સમસ્યાઓ હલ થાય તો જ મુલાકાતનો હેતુ સાર્થક ગણાશે.


હાલની પરિસ્થિતિમાં પ્રજા એ દિશામાં આશાવાદી છે કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મેદાની સક્રિયતા “દેખાવથી વિકાસ” નહીં પરંતુ “નિર્ણયથી નિરાકરણ” તરફ આગળ વધે. કારણ કે લોકશાહીમાં પ્રજાને માત્ર મુલાકાત નહીં, પરંતુ પરિણામો યાદ રહેતા હોય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *