દારૂના દૂષણ સામે મિયાણીમાં ગ્રામજનોનો આક્રોશ : સ્મશાનની મૂર્તિઓ ખંડિત થતાં રાત્રે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો રોષ
Views 97

હળવદ : ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં દારૂના દૂષણને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાના મિયાણી ગામમાં રાત્રિ દરમિયાન દારૂડિયાઓના ત્રાસથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. ગામમાં ચોરીના બનાવો વચ્ચે હવે ધાર્મિક સ્થળે તોડફોડની ઘટના બનતા લોકહિત અને કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

મળતી માહિતી મુજબ ગામના સ્મશાન વિસ્તારમાં ભગવાન માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન દારૂના નશામાં આવેલા અસામાજિક તત્વોએ મૂર્તિઓ ખંડિત કરી હોવાના આક્ષેપો ઊઠ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલીક મૂર્તિઓને ભાંગી નાંખી ભૂકો કરી દેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે લોકોમાં ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગામ લોકોનો આક્ષેપ છે કે મિયાણી તેમજ આસપાસના વિસ્તારોમાં દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓના કારણે પરિસ્થિતિ બગડી રહી છે. અજીતગઢ અને ખોડ વિસ્તારમાં તાજેતરમાં થયેલી જનતા રેડ દરમિયાન દારૂની ભઠ્ઠી ઝડપાઈ હોવાની ચર્ચા વચ્ચે હવે મિયાણી ગામમાં પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઓડ ગામમાં પણ લોકો દ્વારા દારૂની ભઠ્ઠી પકડવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે ગ્રામજનોમાં કાયદેસરની કાર્યવાહી અંગે અપેક્ષા વધી છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો ટૂંક સમયમાં દારૂના દૂષણ સામે અસરકારક કાર્યવાહી નહીં થાય તો ગામ લોકો ફરી “જનતા રેડ” જેવા પગલાં ભરી શકે છે. રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ઇશર ટેમ્પોમાં ભેગા થઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને “દારૂ બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગ રજૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.


મોંઘવારી અને સામાજિક અસુરક્ષાની વચ્ચે દારૂનું વધતું દૂષણ અનેક પરિવારો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. એક તરફ પરિવારની આર્થિક સ્થિતિ પર અસર પડે છે તો બીજી તરફ નશાની હાલતમાં થતી ધાંધલ-ધમાલથી સામાન્ય નાગરિકો પરેશાન બનતા હોય છે. હાલ ગ્રામજનો કડક પોલીસ કાર્યવાહી અને સ્થાયી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.

રિપોર્ટ : સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!