તારાપુરમાં કારકિર્દી માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા: આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સકારાત્મક પગલું
Views: 198
0 0
Read Time:3 Minute, 8 Second


તારાપુર: આજના સ્પર્ધાત્મક અને સતત બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય કારકિર્દીની પસંદગી એક મહત્વપૂર્ણ તેમજ પડકારજનક વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય દિશા મળે તે હેતુસર તા. 24/05/2026ના રોજ અમન વધુમતિ હાઈસ્કૂલ, તારાપુર ખાતે કારકિર્દી માર્ગદર્શન (Career Guidance) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન મદ્રશા-એ-તાલીમુલ ઈસ્લામ ટ્રસ્ટ તથા અમન ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, તારાપુર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત મૂંઝવણો દૂર કરી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને SSC અને HSC પછીના અભ્યાસક્રમો, મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્ર, એકાઉન્ટન્સી, અધ્યાપન, કૃષિ, ફેશન ડિઝાઇનિંગ, પાયલોટ, ધારાશાસ્ત્ર અને વૈજ્ઞાનિક ક્ષેત્રે કારકિર્દી સહિતના અનેક વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.


મુખ્ય વક્તા તરીકે મુફ્તી ઈમરાન બરોડા, ફિરોઝભાઈ બરોડા, ડૉ. સરફરાજ ખંભાત, કૈયુમ વ્હોરા (આણંદ), યાસીન વકિલ, મુનાફહાજી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પોતાની આવડત અને રસને આધારે યોગ્ય કારકિર્દી પસંદ કરવાની સલાહ આપી હતી. સાથે જ સૈયદ મોહંમદ અલી સાહેબે સુંદર અને પ્રેરણાત્મક માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
કાર્યક્રમમાં આચાર્ય સમીર સાહેબ, શિક્ષકગણ, મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત (સામાજિક કાર્યકર-પત્રકાર), વડીલો, વાલીઓ, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સિદ્ધિઓને બિરદાવવા માટે તેમને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો અને ભવિષ્ય માટે નવી પ્રેરણા મળી. આ પ્રકારના માર્ગદર્શન કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર કારકિર્દી પસંદગીમાં જ નહીં પરંતુ જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે પણ આત્મનિર્ભર અને મજબૂત બનાવે છે.
રિપોર્ટ: મહમંદ રફીક જે. દિવાન કિસ્મત, આણંદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *