માનવસેવાની મહેક ફેલાવનાર સેવાભાવી આરીફ બ્લોચને જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા: નિસ્વાર્થ સેવાના સફરને મળ્યો સમાજનો સલામ
Views: 106
0 0
Read Time:2 Minute, 42 Second

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 15 થી 20 વર્ષથી નિસ્વાર્થ સેવા કાર્ય દ્વારા આગવી ઓળખ ઉભી કરનાર જેન્યુન ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા પગપાળા મેદનીના સંચાલન સેવક આરીફ બ્લોચના આજ રોજ તા. 26/05/2026ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. સર્વ સમાજમાં મિત્ર સ્વભાવ અને સેવાભાવી વ્યક્તિત્વ માટે જાણીતા આરીફ બ્લોચને વિવિધ ક્ષેત્રના લોકો, મિત્રો અને શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.મોરબી શહેરથી લઈને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય શહેરોમાં પણ માનવસેવા, પશુ-પક્ષી સેવા અને સામાજિક કાર્યોમાં સક્રિય રહેલા આરીફ બ્લોચ સર્વ જ્ઞાતિમાં ભેદભાવ વિના સેવા ભાવનાથી કાર્ય કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાતમંદોને મદદ, તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ સતત યથાશક્તિ યોગદાન આપતા આવ્યા છે.ખાસ કરીને ધુમ દાદા ધુમ બુખારીની મોરબીથી ભડીયાદ પગપાળા યાત્રાના સફળ સંચાલનમાં તેમની સેવા અને સંકલન ભૂમિકા પણ નોંધપાત્ર માનવામાં આવે છે. સેવાકીય કાર્યો પ્રત્યેની તેમની નિષ્ઠા અને સમાજને સાથે લઈ ચાલવાની ભાવનાને કારણે તેઓ બહોળો મિત્રવર્ગ અને લોકચાહના ધરાવે છે.
જન્મદિવસ નિમિત્તે અનેક લોકો રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી રહ્યા છે, તો ઘણા લોકો Instagram, Facebook, WhatsApp સહિતના સોશિયલ મીડિયા માધ્યમોથી સ્ટેટસ અને સંદેશાઓ મારફતે અભિનંદન વ્યક્ત કરી રહ્યા છે. સમાજના વિવિધ વર્ગોમાંથી આરીફ બ્લોચના આરોગ્યમય, દીર્ઘાયુષ્ય અને વધુ સેવાકીય કાર્ય માટે શુભકામનાઓ પાઠવાઈ રહી છે.
સેવા જ સૌથી મોટી ઓળખ”ને સાકાર કરતા સેવાભાવી આરીફ બ્લોચને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *