સમાજ ચિંતકોનું સ્નેહ મિલન: ગાંધીનગરમાં ગોસ્વામી સમાજના મહા અધિવેશનથી એકતા અને સંગઠનનો ગુંજતો સંદેશ
Views 284

ગાંધીનગર ખાતે તા. 24 મે 2026ના રોજ શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજનું વિશાળ મહા અધિવેશન યોજાનાર હોવાથી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજની એકતા, સંગઠન શક્તિ અને સામાજિક હિતના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખી યોજાનાર આ મહા અધિવેશનમાં ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મુંબઈ સહિત વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી 6000થી વધુ ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરના રાંધેજા-પેથાપુર રોડ સ્થિત મોદી સમાજની વાડી (મોઢ ભવન) ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાનાર આ મહાસંમેલન સમાજ ચિંતકોના સ્નેહ મિલન સાથે એકતા અને સંગઠનના પ્રબળ સંદેશનું કેન્દ્ર બનશે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ અધિવેશનમાં સમાજની વિવિધ સમસ્યાઓ, સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા પરિવારોના પ્રશ્નો, મંદિરોને મળતી દિવેલિયા જમીનના હક્ક-હિસ્સા જેવા મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

આ પ્રસંગે દાતાશ્રીઓ, સમાજના એવોર્ડ વિજેતાઓ તથા આગેવાનોનું સન્માન પણ કરવામાં આવશે. સાથે જ સંતો-મહંતો, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel ને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.શ્રી મનસુખપુરી રામપુરી ગોસાઈ (પરિબાપુ), ડો. મનીષગિરી કે. ગોસાઈ, શ્રી અશોકગીરી મફતગીરી ગોસાઈ સહિતના આગેવાનો દ્વારા સમાજને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાંથી વધુમાં વધુ સમાજજન ઉપસ્થિત રહે તે માટે ટ્રસ્ટી ગુલાબગીરી ઘેલુગીરી, રતીગીરી કેશવગીરી ગોસાઈ, તેજશગીરી મગનગીરી, મહીપતપરી શાંતુપુરી, જિલ્લા પ્રમુખ મુકેશગીરી હિરાગીરી, શહેર પ્રમુખ સુરેશગીરી બાબુગીરી સહિતના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સમાજ ચિંતકો માને છે કે આ ઐતિહાસિક મહા અધિવેશન માત્ર સ્નેહ મિલન પૂરતું નહીં રહે, પરંતુ સમાજની એકતા, હક્ક અને હિત માટે સંકલ્પ સાથેનો સશક્ત અવાજ બની સમગ્ર રાજ્યમાં સકારાત્મક સંદેશ આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!