નગરપાલિકામાં નવી ટીમની વરણી બાદ વિકાસને મળ્યો વેગ : વાંકાનેર GIDCમાં ₹૯.૬૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
Views 103

વાંકાનેર, તા. ૨૦ : વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નવી વરણી બાદ વિકાસલક્ષી કામગીરીને ગતિ મળતી જોવા મળી રહી છે. તાજેતરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી થયા બાદ શહેર અને ઉદ્યોગ વિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોય તેવો સંકેત વાંકાનેર GIDC વિસ્તારમાં ₹૯.૬૦ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્તથી મળ્યો છે.વાંકાનેર GIDC વિસ્તારમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ ગટર સહિત કુલ અંદાજિત રૂ. ૯૬૦ લાખ (₹૯.૬૦ કરોડ)ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ હસ્તે

કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી GIDC વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને ઉદ્યોગોને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રોડ-રસ્તાની સુવિધા મજબૂત બનતા વાહનવ્યવહાર વધુ સરળ બનશે, સ્ટ્રીટ લાઇટની સુવિધાથી સુરક્ષા અને રાત્રિ દરમિયાનની અવરજવર વધુ સુલભ બનશે, જ્યારે ગટર વ્યવસ્થામાં સુધારો થવાથી સ્વચ્છતા અને સુવ્યવસ્થિત ઔદ્યોગિક વાતાવરણને પ્રોત્સાહન મળશે. ઉદ્યોગોને આવશ્યક બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થવાથી નવા રોકાણ અને રોજગારીની તકો પણ વધે તેવી સંભાવના છે.
આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપપ્રમુખ માધવીબેન દવે, ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, પ્રદીપભાઈ, વાંકાનેર શહેર ભાજપાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી, જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ ચેતનભાઈ ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસકાર્યોને આવકાર્યા હતા.

નગરપાલિકાની નવી ટીમની વરણી બાદ ટૂંકા ગાળામાં જ વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા અપાઈ રહી હોવાનો સંદેશ આ ખાતમુહૂર્તથી સ્પષ્ટ થતો જોવા મળે છે. શહેર સાથે ઔદ્યોગિક વિસ્તારના વિકાસને સમાન મહત્વ આપવામાં આવે તો વાંકાનેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તેવી સ્થાનિકોમાં આશા વ્યકત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!