નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપરનું ધમાકેદાર ધો.10 પરિણામ: 122માંથી 122 વિદ્યાર્થી પાસ, 100% રિઝલ્ટથી ગૌરવવંતું બન્યું સંકુલ
Views: 57
0 0
Read Time:2 Minute, 9 Second

મોરબી : વિરપર (મોરબી) સ્થિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં ધોરણ-10નું પરિણામ આ વર્ષે અત્યંત શાનદાર અને ગૌરવવર્ધક રહ્યું છે. સંકુલના કુલ 122 વિદ્યાર્થીઓમાંથી તમામ 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા 100 ટકા પરિણામ નોંધાયું છે, જેને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકગણમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
આ વર્ષે સંકુલના 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 38 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. સંકુલના વિદ્યાર્થી રાંકજા ઓમ એ. એ PR 99.90 સાથે 97.17 ટકા ગુણ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત જેવા ત્રણ વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે.

તે ઉપરાંત સદાતીયા આરુષિ એલ. એ PR 99.50 સાથે 95.67 ટકા મેળવી વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. કાલરીયા માન સી. એ PR 98.61 સાથે 94.00 ટકા, ભાંગરા દક્ષ એચ. એ PR 98.50 સાથે 93.83 ટકા, શેરશિયા માર્ગી ટી. એ PR 98.50 સાથે 93.83 ટકા તેમજ વસીયાણી ઋત્વિ વી. એ PR 98.38 સાથે 93.67 ટકા પરિણામ મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.

સંકુલના દરેક વિદ્યાર્થી સફળ થતા સમગ્ર કેમ્પસમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા, ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *