વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી
Views 92

વાંકાનેર, તા. 20 : વાંકાનેર નગરપાલિકાના આગામી અઢી વર્ષની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજરોજ નગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નં. 02 ના ભાજપ સદસ્ય રમેશભાઈ વશરામભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં. 05 ના ભાજપ સદસ્ય માધવીબેન દિપકભાઈ દવેની વરણી કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, યોજાયેલી ચૂંટણીમાં નગરપાલિકાના તમામ 28 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ પદ માટે ભાજપ તરફથી રમેશભાઈ વોરાનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, જેને 21 સભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે બસપા તરફથી મીનાક્ષીબેન વોરાનું નામ રજૂ કરવામાં આવ્યું હતું, જેને 7 સભ્યોનું સમર્થન મળ્યું હતું.

ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી માધવીબેન દવેનું નામ રજૂ કરવામાં આવ્યું હતું અને તેમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.આ રીતે વાંકાનેર નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર પસંદગી પૂર્ણ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!