મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે ઊંચી ઉડાન: નવયુગ વિદ્યાલયે સર્જ્યો ઇતિહાસ
Views: 43
0 0
Read Time:2 Minute, 12 Second

મોરબી શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતું નવયુગ વિદ્યાલય ફરી એકવાર પોતાના શ્રેષ્ઠ પરિણામોથી ચર્ચામાં આવ્યું છે. ચાલુ વર્ષની S.S.C. બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ માત્ર ઉત્તમ પરિણામ જ આપ્યું નથી, પરંતુ સમગ્ર ગુજરાત બોર્ડના ઇતિહાસમાં નવી સિદ્ધિઓ નોંધાવી છે. વિદ્યાર્થી સવસાણી સાક્ષીએ 591 ગુણ સાથે 99.99 PR અને 98.50% મેળવી મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, સાથે જ ગુજરાત બોર્ડમાં પણ ટોચનો ક્રમ હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે. તે જ રીતે સરડવા મનસીએ 588 ગુણ, 99.98 PR અને 98% મેળવી રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. પરિણામની વિશેષતા એ છે કે A1 ગ્રેડ મેળવનારા 35 અને A2 ગ્રેડ મેળવનારા 46 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ગણિતમાં 16, વિજ્ઞાનમાં 9 અને સમાજવિજ્ઞાનમાં 1 વિદ્યાર્થીએ 100માંથી 100 ગુણ મેળવી શાળાની શૈક્ષણિક ગુણવત્તા સાબિત કરી છે.


જ્યાં બોર્ડનું કુલ પરિણામ 83.86% અને મોરબી જિલ્લાનું 89.13% રહ્યું છે, ત્યાં નવયુગ વિદ્યાલયે 97.91%નું ઉત્તમ પરિણામ નોંધાવી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ સફળતા સતત મહેનત, ગુણવત્તાસભર શિક્ષણ અને શિસ્તબદ્ધ વાતાવરણનું પરિણામ છે. નવયુગ વિદ્યાલયનું આ ભવ્ય પરિણામ મોરબીના શૈક્ષણિક ક્ષેત્રમાં નવી પ્રેરણા પૂરું પાડે છે અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *