શિક્ષણના પ્રથમ પગલે જ ઝળહળતું પ્રતિભા: નાનકડા ફરહાન અલી સમાનું પ્રેરણાદાયી ઉદાહરણ
Views: 175
0 0
Read Time:2 Minute, 9 Second

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી એક સુંદર અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જ્યાં મિયાણા સમાજનો એક નાનકડો બાળક પોતાના શિક્ષણના પ્રારંભિક તબક્કામાં જ અનોખી ઓળખ બનાવી રહ્યો છે. સમાજ જે ભૂતકાળમાં શિક્ષણથી વંચિત ગણાતો હતો, તે જ સમાજ આજે આધુનિક શિક્ષણ સાથે દિનની ઈસ્લામી તાલીમમાં પણ આગળ વધી રહ્યો છે—જે ગૌરવની બાબત છે વીસીપરામાં સિસ્ટર મેરીના બંગલા પાસે રહેતા હાજીભાઈ સમાના દીકરા સદામ હાજી સમાનો માત્ર છ વર્ષનો પુત્ર ફરહાન અલી સદામ સમા હાલ એલકેજીમાં અભ્યાસ કરી રહ્યો છે. માત્ર છ મહિનાના અભ્યાસ દરમ્યાન જ ફરહાને પોતાની તેજસ્વી બુદ્ધિ અને ઉત્સાહથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે નાનકડા ફરહાન અલી માત્ર શાળાના અભ્યાસમાં જ નહીં, પરંતુ દિનની ઈસ્લામી શિક્ષણમાં પણ રસ દાખવી રહ્યો છે. તેની બોલવાની શૈલી, સમજણ અને આત્મવિશ્વાસ દર્શાવે છે કે તે ભવિષ્યમાં ચોક્કસ એક સશક્ત અને સંસ્કારી નાગરિક બનશે આવી પ્રેરણાદાયી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે મિયાણા સમાજ હવે શિક્ષણ પ્રત્યે જાગૃત બની રહ્યો છે અને પોતાના બાળકોને સારા ભવિષ્ય તરફ દોરી રહ્યો છે। ફરહાન અલી જેવા બાળકોએ સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે કે શિક્ષણના પ્રથમ પગલેથી જ જો મજબૂત આધાર મળે તો સફળતા નિશ્ચિત છે

આ નાનકડા “બાળ રાજા”ના મોઢેથી નીકળતા આત્મવિશ્વાસભર્યા શબ્દો માત્ર તેના પરિવાર માટે જ નહીં, પણ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *