વાંકાનેર સીટી પોલીસની ઝડપી કામગીરી : ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો
Views 69


મોરબી જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુન્હાઓને રોકવા માટે પોલીસ તંત્ર સજાગ બન્યું છે. મેઘપોલીસ અધિક્ષક મુકેશ પટેલના કડક માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના નેતૃત્વમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા એક ચોરીનો ગુન્હો ગણતરીના કલાકોમાં જ ઉકેલી લેવામાં આવ્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ-પાર્ટ ગુ.ર.નં. ૦૪૩૭/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબની મોટર સાયકલ ચોરીની ઘટનામાં પોલીસએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સનો આધુનિક રીતે ઉપયોગ કર્યો હતો. ટેકનોલોજી અને ચોકસાઈથી કરવામાં આવેલી તપાસના આધારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં એક શંકાસ્પદ ઇસમની ઓળખ કરવામાં આવી.

પોલીસ ટીમે તરત જ કાર્યવાહી કરી આરોપી અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર (વ્હોરા) ને તેના નિવાસસ્થાને જઈ ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં ગલ્લા-તલ્લા કરનાર આરોપીએ સઘન પૂછપરછ દરમિયાન વાંકાનેર ખાતે બંધુસમાજ હોસ્પિટલ નજીક શ્રીજી નિવાસ પાસેથી મોટર સાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પકડાયેલ મુદ્દામાલ: સુઝુકી એક્સેસ મોટર સાયકલ (નં. GJ-03-JN-9244) અંદાજિત કિંમત: રૂ. ૩૦,૦૦૦/-
આ ગુન્હામાં પોલીસ ઈન્સ્પેક્ટર વિ.એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર કે.એચ. ભોચીયા સહિતની ટીમ — યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર, રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા —એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આધુનિક પોલીસિંગનો દાખલો: આ ઘટના સાબિત કરે છે કે આજના આધુનિક યુગમાં પોલીસ ટેકનોલોજી, સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સંયોજનથી ગુનેગારોને ઝડપથી પકડવામાં સફળ બની રહી છે. વાંકાનેર સીટી પોલીસની આ કામગીરી જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!