પોલીસની ફરજ પ્રત્યે સંવેદનશીલ કામગીરી: અજાણ્યા મૃતદેહની ઓળખ માટે પ્રયત્નો તેજ
Views 256

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ફરજ પ્રત્યેની જવાબદારી નિભાવી એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત મોત નંબર-૨૩/૨૦૨૬ હેઠળ બી.એન.એસ.એસ.ની કલમ-૧૯૪ મુજબ નોંધાયેલ બનાવમાં તા. ૨૭/૦૪/૨૦૨૬ના રોજ ઢુવા-માટેલ રોડ પર રેસી સિરામિક પાસે ખુલ્લી જગ્યામાં અજાણ્યા પુરુષનો સળગાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકની ઉંમર અંદાજે ૫૦ થી ૬૦ વર્ષ વચ્ચે હોવાનું જણાય છે. ખાસ ઓળખ તરીકે મૃતકના જમણા હાથની કલાઈ ઉપર “ૐ” નું ટેટૂ નોંધાયું છે. ઘટના સામે આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
હાલ મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા જનતા પાસે સહકાર માંગવામાં આવ્યો છે. જો કોઈને મૃતક અંગે માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ અથવા તત્કાલીન અધિકારી પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા (મો. ૯૫૭૪૬ ૮૪૫૩૪) નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
પોલીસની આ કાર્યશૈલી માનવતા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!