લુણસર ગુંજ્યું પરિવર્તનના નારા સાથે — ગેલાભાઈ (વિનુભાઈ) સાપરાને મળ્યો મતદારોનો સકારાત્મક પ્રતિસાદ
Views 162

લુણસર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાએ સ્થાનિક રાજકીય વાતાવરણમાં નવી ચેતના જગાવી હોવાનું જોવા મળ્યું. જિલ્લા પંચાયતના ઉમેદવાર ગેલાભાઈ શીવાભાઈ સાપરા ઉર્ફે વિનુભાઈના નેતૃત્વમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પરિવર્તનના નારા ગુંજ્યા હતા. સભામાં વિધાનસભા સહ-ઇન્ચાર્જ અર્જુનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, “આ વખતે સાઈલેન્ટ મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. લોકો ખુલ્લું બોલતા નથી, પરંતુ તેમના મતથી પરિણામ ચોક્કસ બદલાશે.” તેમની આ વાતે હાજર લોકોમાં ઉત્સાહ વધ્યો હતો.

ગેલાભાઈ (વિનુભાઈ) સાપરાએ પોતાના સંબોધનમાં ગામ અને તાલુકાના મૂળ પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની વાત કરી. તેમણે જણાવ્યું કે, “સૌપ્રથમ આપણું ગામ અને વિસ્તાર સમસ્યામુક્ત બનવું જોઈએ. કોળી સમાજ સહિત તમામ સમાજનો સહકાર લઈને વિકાસ કરવો એ જ અમારું લક્ષ્ય છે.” તેમની વાતને સભામાં હાજર લોકોએ સમર્થન આપ્યું હતું.સભામાં જોડાયેલા એક યુવાને, જેમણે તાજેતરમાં કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા છે, જણાવ્યું કે, “છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર મને બોલવાની તક મળી છે. હવે કાર્યકરોને સાચો માન અને સ્થાન મળે છે.” આ નિવેદનથી કાર્યકરોમાં નવી આશા જાગી હતી. મુખ્ય મુદ્દા તરીકે પાણીની સમસ્યા ચર્ચાનો કેન્દ્ર રહી. નેતાઓએ જણાવ્યું કે, “ત્રણ ચૂંટણીથી પાણીનો પ્રશ્ન યથાવત છે, હવે લોકો બદલાવ ઈચ્છે છે.” આ મુદ્દે લોકોએ પણ સહમતિ વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે ગેલાભાઈ સાપરા શિક્ષિત ઉમેદવાર છે અને તેમના પરિવારનો મેડિકલ ક્ષેત્ર સાથેનો સંબંધ હોવાને કારણે આરોગ્ય ક્ષેત્રે પણ વધુ ધ્યાન આપવામાં આવશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. સભાના અંતે મતદારોને સંબોધતા ગેલાભાઈ (વિનુભાઈ)એ હાકલ કરી કે, “આપણા ગામ, તાલુકા અને જિલ્લાનાં પ્રશ્નો આપણે જ ઉકેલવાના છે. યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો હવે મતદારોના હાથમાં છે.”
લુણસરની આ સભા દ્વારા સ્પષ્ટ થયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની રહી છે અને મતદારોમાં પરિવર્તન માટે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!