હળવદ મોરબી ચોકડી પાસે ટ્રકમાં ભીષણ આગ, ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
Views 9

હળવદ નજીક મોરબી ચોકડી વિસ્તારમાં આજે સવારે (17 એપ્રિલ) આશરે 9:30 થી 10 વાગ્યાના સમય દરમિયાન એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકમાં ઇલેક્ટ્રિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ હળવદ ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર ટીમની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં ટ્રકનો આગળનો કેબીન સંપૂર્ણપણે બળી ગયો હતો, પરંતુ સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની નોંધાઈ નથી. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને ટ્રક માલિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર વાહનોમાં ઇલેક્ટ્રિકલ સલામતી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
રિપોર્ટ: સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!