“ચંદ્રપુર ભાટિયા બેઠક પર પંજાની મજબૂત પકડ, વિકાસ અને વિશ્વાસનો અવાજ”
Views 252

વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની ચંદ્રપુર ભાટિયા બેઠક પર હાલ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસીયા વિકાસ અને સેવા આધારિત રાજકારણ સાથે મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે

. ઈસ્માઈલભાઈએ માત્ર ચંદ્રપુર પૂરતું જ નહીં, પરંતુ સમગ્ર વાંકાનેર પંથકમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર સર્વ સમાજ માટે સતત કાર્ય કરવાના કારણે તેઓ લોકોમાં વિશ્વાસનું પ્રતિક બન્યા છે. ચંદ્રપુર, ભાટિયા, લાલપર, ગારીયા, રસીદગઢ, પાંજ, કાનપર, લિંબાળા, રાજા વડલા, ભોજપરા, સિંધાવદર, નવી કલાવડી અને પ્રતાપગઢ જેવા વિસ્તારોમાં મતદારોનો ઝુકાવ તેમના પક્ષે જોવા મળી રહ્યો છે. લોકો માત્ર વચનો નહીં પરંતુ કામ પર વિશ્વાસ રાખે છે અને ઈસ્માઈલભાઈના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યો આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના નેતૃત્વમાં થયેલા પ્રજાલક્ષી કાર્ય અને સર્વ સમાજના સહકારથી વિકાસને મળેલ ગતિ એ આજે ચૂંટણીમાં તેમની સૌથી મોટી તાકાત બની છે. જિલ્લા સ્તરે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓને મળતું જનસમર્થન “પંજાની મજબૂત પકડ” દર્શાવે છે.આવતી ચૂંટણીમાં ચંદ્રપુર ભાટિયા બેઠક પર વિકાસ, વિશ્વાસ અને સેવા આધારિત રાજકારણ જીતશે કે નહીં, તે મતદારોનો નિર્ણય કરશે, પરંતુ હાલનો માહોલ કોંગ્રેસ માટે અનુકૂળ દેખાઈ રહ્યો છે.

Happy
Happy
60 %
Sad
Sad
0 %
Excited
Excited
40 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!