પ્રજા ચિંતક મહેબૂબભાઈ કડીવાર: તીથવા બેઠક પર વિશ્વાસ, સેવા અને વિકાસની મજબૂત લહેર
Views 61

વાંકાનેર તાલુકાના તીથવા જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર પૂર્વ સરપંચ મહેબૂબ અહમદભાઈ કડીવાર ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો કેન્દ્ર બની રહ્યા છે. પ્રજાના વચ્ચે રહીને વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર નેતા તરીકે મહેબૂબભાઈ એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પીપળીયા રાજ ગામના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સહકારી દૂધ મંડળીથી લઈને વિવિધ સામાજિક સેવાઓમાં સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન આપેલી તેમની નિષ્ઠાપૂર્વકની સેવા આજે પણ લોકોના દિલમાં જીવંત છે. આ સેવાભાવના કારણે તેઓ “ખરા પ્રજા ચિંતક” તરીકે ઓળખાયા છે.
કોંગ્રેસ દ્વારા તીથવા જેવી મહત્વપૂર્ણ ગ્રામ્ય બેઠક પર તેમની પસંદગી થતાં સ્થાનિકોમાં નવા આશાવાદનું માહોલ સર્જાયું છે. મતદારોમાં એવી માન્યતા મજબૂત બની રહી છે કે મહેબૂબભાઈ માત્ર વચનો આપતા નથી, પરંતુ કાર્ય દ્વારા વિશ્વાસ જીતતા નેતા છે.

ભાજપના વિકાસના દાવાઓ સામે કોંગ્રેસ હવે પરિવર્તન અને પ્રયોગશીલ વિકાસના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી છે. મહેબૂબભાઈ કડીવાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે:
“આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર વાતો નહીં, પરંતુ પરિણામો જોવા મળશે.” તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને બંને મુખ્ય પક્ષોએ પ્રચારને વેગ આપ્યો છે. આવી સ્થિતિમાં તીથવા બેઠક પર કોંગ્રેસ તરફેણ માં સકારાત્મક વાતાવરણ ઉભું થતું નજરે પડે છે. સમર્થકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ એટલો છે કે જીતનો વિશ્વાસ ચૂંટણી પહેલાં જ વ્યક્ત થવા લાગ્યો છે. મહેબૂબભાઈ કડીવાર માત્ર પીપળીયા રાજ પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વજ્ઞાતિના લોકોમાં લોકપ્રિય બન્યા છે. વિવિધ સમાજ સાથેનો તેમનો સ્નેહસબંધ અને પ્રજાની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતા તેમને વિશિષ્ટ બનાવે છે. આજના મતદારો એવા નેતાને પસંદ કરવા ઈચ્છે છે, જે તેમની વચ્ચે રહીને તેમની સમસ્યાઓને સમજે અને યોગ્ય નિરાકરણ લાવે. મહેબૂબભાઈ કડીવાર માટે આ વિશ્વાસ જ તેમની સૌથી મોટી તાકાત બની રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!