વાંકાનેરમાં “સૌની યોજના”નો શૂભારંભ: તળાવો ભરાશે, ખેડૂતોને મળશે જીવનદાયી પાણી
Views 52


વાંકાનેર તાલુકામાં પાણી સંચાલન અને સિંચાઈ સુવિધાને મજબૂત બનાવતી “સૌની યોજના” (3 કિ.મી. વિસ્તાર) લિંક-૩, પેકેજ-૩ અંતર્ગત વિવિધ તળાવો અને ચેકડેમોને પાણીથી ભરવા માટેના મહત્વપૂર્ણ કાર્યનું ખાતમુહૂર્ત ઉત્સાહભેર યોજાયું હતું. આ ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું. આ યોજના હેઠળ ચાંચડીયા ગામના રાતડુ અને રામદેવપીર તળાવ, શેખરડી ગામના લાવરીયું અને મોટું તળાવ, રાતડીયા ગામનું મોટું તળાવ, કાનપર ગામનો મચ્છોરા ડ્રેઇન, મહિકા ગામનો ચેકડેમ તેમજ સરોડી ગામનું તળાવ સહિત અનેક જળાશયો પાઈપલાઈન દ્વારા ભરવાના કાર્ય હાથ ધરાશે. D.I./HDPE પાઈપલાઈન, સ્કોર વાલ્વ અને સંબંધિત સુવિધાઓ દ્વારા

પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી વિસ્તારના જળસ્ત્રોતો મજબૂત બનશે.
આ પ્રસંગે આજુબાજુના ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે પ્રત્યે લોકોમાં યોજનાને લઈ ઉત્સાહ અને આશા સ્પષ્ટ જોવા મળી હતી. જિજ્ઞાસાબેન મેરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ યોજના દ્વારા મેસરીયા મહાલના મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ, જાલિડા, સમઢીયાળા, રાતડીયા અને મહિકા ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે મા નર્મદાનું પાણી હવે પીવાના અને ખેતીના ઉપયોગ માટે ઉપલબ્ધ બનતાં વિસ્તારની મહિલાઓ માટે પાણી મેળવવાની મુશ્કેલીઓ ઓછી થશે અને ખેડૂતોને પાક ઉત્પાદન વધારવામાં મોટી મદદ મળશે. વર્ષો સુધી પાણીની અછત સહન કરનાર લોકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે.


અંતે તેમણે જળ સંચયને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ યોજના વાંકાનેર માટે વિકાસનો એક મહત્વપૂર્ણ પગથિયો સાબિત થઈ રહી છે, જેનાથી આવનારા સમયમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!