જામનગરમાં આધુનિક જાહેર પરિવહન તરફ મોટું પગલું: ૫૦ ઈ-બસ માટે DPR તૈયાર
Views: 64
0 0
Read Time:1 Minute, 56 Second

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના જાહેર પરિવહનને આધુનિક અને પર્યાવરણમિત્ર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પી.એમ.ઈ-બસ યોજના હેઠળ ૫૦ ઈલેક્ટ્રિક બસ માટેનો ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને સબમિટ કરવામાં આવ્યો છે.


આ સમગ્ર પ્રક્રિયામાં મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમે સંકલિત પ્રયત્નો કરી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોને સુવિધાજનક રીતે જોડવા માટે હાલ ૨૫ ઈ-બસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટના રેશનલાઈઝેશન માટે રાજ્ય સરકારની કન્સલ્ટન્ટ એજન્સી ‘સેપ્ટ’ને પણ માહિતી મોકલવામાં આવી છે, જેનાથી મુસાફરોને વધુ સુવ્યવસ્થિત સેવા મળી શકે.
આ સાથે, ઈ-બસ માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોની સુવિધા ઉભી કરવા હાપા માર્કેટિંગ યાર્ડ નજીક મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ ટર્મિનલ માટે ફાળવાયેલ એફ.પી. નં. ૮૭ પ્લોટનું ડીમાર્કેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પહેલના અમલથી જામનગરમાં સ્વચ્છ, હરિત અને આધુનિક જાહેર પરિવહનની દિશામાં નોંધપાત્ર વિકાસ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *