મોરબી પોલીસની પ્રજાલક્ષી કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ ₹૧૦.૪૬ લાખનો મુદ્દામાલ પરત
Views 40

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ આરીફ દિવાન મોરબી: 24 માર્ચ 2026 ના રોજ મોરબી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ કહેવતને સાકાર કરતી રીતે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે અંદાજે ₹૧૦.૪૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે.

ટેક્નોલોજી આધારિત તપાસ પદ્ધતિઓનો ઉપયોગ આ કામગીરીમાં મુખ્ય રહ્યું. CEIR પોર્ટલ તથા ટેકનિકલ વર્કઆઉટ દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોનનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. સતત મોનીટરીંગના કારણે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી અને અનેક લોકોની ખોવાયેલી વસ્તુઓ પાછી મેળવવામાં આવી. પોલીસ દ્વારા પરત અપાયેલ મુદ્દામાલમાં ૩૧ મોબાઈલ ફોન (કિંમત અંદાજે ₹૬.૫૬ લાખ), ૨ સોનાના પાટલા (કિંમત ₹૩ લાખ), રિક્ષામાં ભુલાય ગયેલ ₹૪૦,૦૦૦ની રોકડ રકમ તથા CCTV કેમેરાની મદદથી શોધાયેલ ₹૫૦,૦૦૦નું મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ રીતે કુલ ₹૧૦,૪૬,૬૪૯નો મુદ્દામાલ તેના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પી.આઈ. આર.એસ. પટેલ અને પી.એસ.આઈ. જે.સી. ગોહિલના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી. ટીમમાં એ.એસ.આઈ. સવજીભાઈ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઈ દેવસુર અને અશ્વીનસિંહ સુર સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

પોલીસની આ કામગીરી પ્રત્યે સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને ટેક્નોલોજીના અસરકારક ઉપયોગથી પ્રજાલક્ષી સેવા આપવાનો સકારાત્મક સંદેશો પ્રસરી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!