હળવદના રણમલપુર ખાતે IOCL દ્વારા ‘ઓફસાઈટ મોકડ્રીલ’ યોજાઈ
Views 104

અહેમદાબાદ મિત્ર ન્યુઝ મોરબી:
મોરબી જિલ્લામાં ઔદ્યોગિક અને જન સુરક્ષાને ધ્યાનમાં રાખીને હળવદ તાલુકાના રણમલપુર ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ‘ઓફસાઈટ મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલનો હેતુ સંભવિત આપત્તિ સમયે તંત્ર અને કંપનીની સજ્જતા ચકાસવાનો રહ્યો હતો. મોકડ્રીલના સિનારીઓ મુજબ વિરમગામ-કંડલા પાઇપલાઇનમાં ડેમેજ થવાથી પેટ્રોલિયમ પેદાશ લીકેજની ઘટના સર્જાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

લાઈન ચેકિંગ દરમિયાન ઘટના ધ્યાનમાં આવતા તાત્કાલિક કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી અને ઇમરજન્સી ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આગ લાગવાની પરિસ્થિતિ ઊભી થતા ટીમ દ્વારા અપ-સ્ટ્રીમ અને ડાઉન-સ્ટ્રીમ વાલ્વ બંધ કરી પાઇપલાઇનને આઈસોલેટ કરવામાં આવી હતી અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.મોકડ્રીલ દરમિયાન એક કર્મચારીને ઇજાગ્રસ્ત દર્શાવી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા પણ અમલમાં મૂકાઈ હતી. સમગ્ર અભ્યાસમાં IOCL ટીમ, ફાયર વિભાગ, પોલીસ, આરોગ્ય વિભાગ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું હતું.અંતે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી બાદ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આ અભ્યાસ દ્વારા પાઇપલાઇન સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન અંગે સ્થાનિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!