નાની ઉમરે ઈબાદતનો સુંદર નમૂનો: ૯ વર્ષના રઈસ મિયા બાપુએ રાખ્યા ૧૯ રોજા
Views 71

પવિત્ર રમઝાન માસ દરમિયાન નાની ઉમરે પણ ઈમાન અને ઈબાદતનો પ્રેરણાદાયક દાખલો સામે આવ્યો છે. મોરબીની બિલાલી મસ્જિદના પેશ ઈમામ પીર સૈયદ સબીરમિયા સરકારના સહેઝાદા મુહમ્મદ રઈસ મિયા બાપુ (ઉંમર ૯ વર્ષ)એ રમઝાન દરમિયાન ૧૯ રોજા રાખીને ખુદાની નિષ્ઠાપૂર્વક બંદગી કરી છે.


ગામ આમરણ શરીફ દાવલશા પીરના આ નાનકડા બાળકે દિનપ્રતિદિન નિયમિત રીતે સેહરી અને ઇફ્તાર સાથે રોજા પાળ્યા, જે તેની ધાર્મિક ભાવના અને ઉત્તમ સંસ્કારોનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.આવી નાની ઉમરે ઈબાદત પ્રત્યેનો જુસ્સો સમાજ માટે ગૌરવની વાત છે. તેમના આ શ્રેષ્ઠ કાર્ય બદલ પરિવારજનો તેમજ સમગ્ર સમાજ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!