૮ વર્ષની માસૂમ બાળાએ રાખ્યા 30 રોજા – રમજાનમાં ઈબાદતનો અનોખો દાખલો
Views: 103
0 0
Read Time:1 Minute, 35 Second

મોરબી શહેરના સિલ્વર પાર્ક, મકરાણી વસ વિસ્તારમાં રહેતી ૮ વર્ષની માસૂમ બાળા અલીઝમા ઈદરીશભાઈ બલોચે પવિત્ર રમજાન માસ દરમિયાન શ્રદ્ધા અને નિષ્ઠા સાથે 30 રોજા પૂર્ણ કરી અનોખો દાખલો પૂરું પાડ્યો છે.
રમજાનના પ્રથમ ચાંદથી જ અલીઝમાએ રોજા રાખવાનું શરૂ કર્યું હતું. તેણે ઈસ્લામિક પરંપરા મુજબ વહેલી સવારે સરગી અને સાંજે ઇફ્તાર નિયમિત રીતે કરીને આખા મહિનાના રોજા પૂર્ણ કર્યા. નાની ઉંમરે આ પ્રકારની ઈબાદત અને સમર્પણ સમાજ માટે પ્રેરણાદાયી છે.

માહિતી મુજબ, અલીઝમાએ ગયા વર્ષે પ્રથમ વખત રોજા રાખવાની શરૂઆત કરી હતી, જેમાં તેણે 2 થી 3 રોજા રાખ્યા હતા. પરંતુ આ વર્ષે તેણે દ્રઢ નિશ્ચય સાથે સમગ્ર મહિનાના 30 રોજા રાખી ખુદાની બંદગી કરી છે. દીકરીની આ સિદ્ધિ પર પિતા ઈદરીશભાઈએ ખુશી વ્યક્ત કરી અને ફૂલહાર પહેરાવી સન્માન કરીને પ્રોત્સાહન આપ્યું હતું. પરિવાર તેમજ સ્થાનિક લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. પવિત્ર રમજાન માસમાં નાની બાળાએ દર્શાવેલી આ શ્રદ્ધા અને લાગણી અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *