નાની ઉંમરે મોટી ઈબાદત: સજ્જાદ હુસૈન બાપુએ 11 વર્ષની ઉંમરે 25 રોજા પૂર્ણ કર્યા
Views 85

આમરણ શરીફ દાવલશા પીરના ખાદિમ સૈયદ યાશીન મિયા બાપુના સહેજાદા સજ્જાદ હુસૈન બાપુએ માત્ર 11 વર્ષની નાની ઉંમરે પવિત્ર રમજાન માસ દરમિયાન 25 રોજા પૂર્ણ કરી ખુદાની બંદગીનો ઉત્તમ દાખલો પૂર્યો છે. આમરણ ગામ માટે આ ગૌરવની વાત બની છે.


મુસ્લિમ સમાજમાં સૈયદનો દરજ્જો વિશેષ માન અને આદરનો હોય છે. “સૈયદ એટલે સરદાર” એવી માન્યતા મુજબ તેમનું જીવન અને આચરણ સમાજ માટે માર્ગદર્શનરૂપ બને છે. એવા સમયમાં સજ્જાદ હુસૈન બાપુએ પોતાની નાની ઉંમરમાં જ ઈબાદત પ્રત્યેની લાગણી અને નિષ્ઠા દર્શાવી, યુવા પેઢી માટે પ્રેરણા દાયક સંદેશ આપ્યો છે.
રમજાન માસ ઈબાદત, સહનશીલતા અને ખુદાની નજીક થવાનો પવિત્ર સમય ગણાય છે. આ સમયમાં નાની ઉંમરે રોજા રાખીને સજ્જાદ હુસૈન બાપુએ માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના બાળકો અને યુવાનો માટે બંદગી અને ધાર્મિક અનુશાસનની તાલીમનો સુંદર સંદેશ આપ્યો છે.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને મુરીદોએ તેમને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆ કરી. આવા પ્રેરણાદાયક કાર્યોથી સમાજમાં ધાર્મિક જાગૃતિ અને સકારાત્મકતા વધે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!