નાની ઉમરે મોટી ઈબાદત: છ વર્ષની આયતબાનુનો પ્રેરણાદાયક પ્રથમ રોજો
Views: 81
0 0
Read Time:1 Minute, 52 Second

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં એક સુંદર અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. પઠાણ પરિવારની માત્ર છ વર્ષની માસુમ દીકરી આયતબાનુએ પવિત્ર રમજાન માસ દરમિયાન જીવનનું પ્રથમ રોજું રાખી ખુદાની બંદગી કરી છે.
રમજાનના આખર જુમ્મા અને આખરી દિવસના આ ખાસ સમયે આયતબાનુએ પહેલીવાર રોજું રાખીને ઈમાન અને ઈબાદતનો અનોખો દાખલો આપ્યો છે. નાની ઉમરે આ પ્રકારની ભાવના અને અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધા ખરેખર પ્રશંસનીય છે.

આ પ્રસંગે પિતા જાવેદ ખાન ઈકબાલ ખાન પઠાણ અને પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દીકરીના આ પહેલાના રોજાને યાદગાર બનાવવા માટે તેને ગુલાબના ફૂલોથી સજાવી, પ્રેમ અને ગૌરવ સાથે આવકારવામાં આવી. પરિવાર દ્વારા દુઆ, પ્રાર્થના અને ઈબાદત કરી આયતબાનુના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ માંગવામાં આવ્યા. રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો ઈબાદત, રોજા અને સદ્કર્મોમાં વ્યસ્ત રહે છે. તેવામાં નાની ઉંમરે આયતબાનુ જેવી બાળ રોજેદારનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે.આવી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું એ સમાજની જવાબદારી છે, જેથી તેઓ ભવિષ્યમાં સારા સંસ્કાર અને ઈમાન સાથે આગળ વધે.અલ્લાહ આયતબાનુને તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય અને વધુ ઈબાદત કરવાની તૌફીક અતા કરે – આમીન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *