નાની ઉમરે ઈબાદતનો પ્રકાશ: સાદીયા અને અર્ફા બાનુએ પૂરાં કર્યા 30 રોજા
Views: 100
0 0
Read Time:1 Minute, 51 Second

પવિત્ર રમજાન માસ દરમિયાન રાજકોટ શહેરના દૂધની ડેરી વિસ્તારમાં રહેતા કુરેશી રિયાઝ હારૂનભાઈની બે માસુમ દીકરીઓ સાદીયા બાનુ (8 વર્ષ) અને અર્ફા બાનુ (10 વર્ષ)એ ઈમાન, મહેનત અને શ્રદ્ધાનો અનોખો દાખલો રજૂ કર્યો છે. બન્ને બહેનોએ રમજાનના પ્રથમ ચાંદથી જ રોજા રાખવાનું શરૂ કરી આખા મહિનાના 30 રોજા પૂર્ણ કરી ખુદાની બંદગી કરી છે.


નાની ઉમરે આટલી મોટી ઈબાદત પૂર્ણ કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માતા-પિતા અને દાદાના ચહેરા પર ગર્વ અને આનંદ સ્પષ્ટ ઝળહળતો દેખાય છે. ખાસ કરીને અર્ફા બાનુએ અગાઉના વર્ષમાં પણ રોજા રાખી પરંપરા જાળવી હતી, અને આ વર્ષે પણ તે જ નિષ્ઠાથી ઈબાદત કરી છે. મોટી બહેનને જોઈને નાની સાદીયા બાનુ પણ પ્રેરાઈ અને સફળતાપૂર્વક તમામ રોજા પૂર્ણ કર્યા છે.


બન્ને દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે પણ હોશિયાર છે અને ભણતર સાથે સાથે ઈસ્લામી તથા दुन્યાવી તાલીમમાં પણ આગળ વધી રહી છે. તેમની આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજ માટે ગૌરવરૂપ બની છે.
આવી માસુમ બાળાઓનો સંદેશ સ્પષ્ટ છે કે સાચી લાગણી, નિષ્ઠા અને શ્રદ્ધાથી કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. તેમની આ ઈબાદત દરેક માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છાઓ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *