નાની ઉમરે મોટી ઈબાદત: ટંકારા ની 8 વર્ષની અકશા એ પૂર્ણ કર્યા 30 રોજા
Views: 82
0 0
Read Time:1 Minute, 28 Second

પવિત્ર રમજાન માસ ઇસ્લામ ધર્મમાં ઈબાદત, ત્યાગ અને બંદગીનો મહિમા દર્શાવતો પવિત્ર સમય ગણાય છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ આ મહિનામાં રોજા રાખી ખુદાની ઇબાદતમાં લીન રહે છે. ખાસ કરીને નાના બાળકોમાં પણ આ ઈબાદત પ્રત્યેનો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળે છે.ટંકારા ખાતે અમીન યુસુફભાઈ માંડકીયા ની 8 વર્ષની સેહજાદી અકશા અમીનભાઈ માંડકીયા એ આ પવિત્ર રમજાન માસ દરમિયાન પ્રથમ ચાંદથી લઈને આખા 30 ચાંદ સુધી સતત રોજા રાખી એક અનોખું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નાની ઉમરે ભૂખ અને તરસ સહન કરી, નિયમિત રીતે સહેરી અને ઇફ્તારનું પાલન કરીને અકશાએ ખુદાની બંદગી પ્રત્યે પોતાની અડગ શ્રદ્ધા દર્શાવી છે.
અકશાની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. આવા નાનકડા બાળકોના પ્રયત્નો અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બને છે અને ધર્મપ્રત્યેની લાગણી મજબૂત બનાવે છે.અકશા ને દિલથી અભિનંદન અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *