વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાને જન્મદિવસે શુભેચ્છાઓની વર્ષા
Views 308

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાના ધર્મપત્ની અને વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા તેમને શુભકામના ઓ પાઠવવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં વર્ષોથી કોંગ્રેસના શાસન બાદ વર્ષ 2021માં પ્રથમ વખત ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા પ્રાપ્ત કરી હતી. તે સમયે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તાલુકા પંચાયતના પ્રથમ મહિલા ભાજપ પ્રમુખ તરીકે પદ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન અઢી વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકાર્યો ને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રયત્નો કર્યા હતા. સાથે સાથે વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો દ્વારા પક્ષને મજબૂત બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપીને ગામડાંઓના વિકાસને વેગ આપવા માટે તેમણે સક્રિય કામગીરી કરી હતી.


આવા કાર્યકાળને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને તેમના સ્વસ્થ, દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!