મોરબીમાં એસ.ઓ.જી.નો દરોડો: નાસ્તાની દુકાનની આડમાં ચાલતા ગાંજાના વેપારનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો
Views 101

મોરબી:મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તા પર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. નાસ્તાની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એકવાસેશ સેનેટરીવેર કારખાનાની સામે આવેલી પતરાવાળી નાસ્તાની દુકાનમાં ઉદયભાઈ રામખેલાવન વર્મા (મૂળ નિવાસી ઉત્તરપ્રદેશ) દ્વારા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને ગુપ્ત રીતે વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ માહિતી એસ.ઓ.જી. ટીમને મળી હતી. આ માહિતીના આધારે પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડતા આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો.


પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૧,૧૬,૮૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં અંદાજે ૨ કિલો ૬૦૬ ગ્રામ ગાંજો (કિંમત રૂપિયા ૧,૧૦,૩૦૦), ગાંજાના વેચાણથી મળેલી રૂપિયા ૧,૪૦૦ની રોકડ રકમ, એક વજન કાંટો તથા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ NDPS Act હેઠળ કલમ ૮(સી), ૨૦(બી) અને ૨૯ મુજબ Morbi Taluka Police Station ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર પર અંકુશ લાવવા માટે મહત્વપૂર્ણ સંદેશો ગયો હોવાનું માનવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!