વાંકાનેરમાં ભાજપ સંગઠન મજબૂત બનશે: જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાની શુભેચ્છા મુલાકાત
Views: 138
0 0
Read Time:2 Minute, 41 Second

વાંકાનેર: વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, મોરબી જિલ્લા પંચાયત સભ્ય જાહીરઅંબાસ શેરસીયા, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના

પૂર્વ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ ગોસ્વામી, નગરપાલિકા સદસ્ય તથા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ પ્રભુભાઈ વિંઝવાડીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ભાજપના વિવિધ મોરચાના પૂર્વ હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે સંગઠનાત્મક મુદ્દાઓ તેમજ આવનારા સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ સશક્ત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી, જે ભાજપ સંગઠનની એકતા અને સક્રિયતાનું પ્રતિબિંબ દર્શાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *