ઝાલાવાડનું ઘરેણું ‘હોથલ’ ભેંસ હવે રાજકોટનું ગૌરવ
Views: 102
0 0
Read Time:1 Minute, 41 Second

રાજકોટ : ઝાલાવાડ વિસ્તારમાં જાણીતી અને વિશેષ ઓળખ ધરાવતી હોથલ ભેંસ હવે રાજકોટમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકોટના પશુપાલક ઘનશ્યામભાઈ મેહતાના આંગણે જાફરાબાદી નસલની આ અનોખી હોથલ ભેંસ આવતાં પશુપાલકો અને લોકોમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે. આ ભેંસ તેની વિશાળ કાયા અને ઉત્તમ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. મળતી માહિતી મુજબ આ હોથલ ભેંસ રોજ અંદાજે 25 લીટર જેટલું દૂધ આપે છે. ભેંસની લંબાઈ અંદાજે 11 ફૂટ અને ઊંચાઈ લગભગ 6 ફૂટ જેટલી હોવાથી તેને જોવા લોકો ખાસ આવી રહ્યા છે.


પશુપાલન ક્ષેત્રે જાફરાબાદી નસલની ભેંસો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. દૂધ ઉત્પાદન ઉપરાંત તેની તંદુરસ્તી અને શક્તિશાળી બંધારણને કારણે પશુપાલકોમાં આ નસલ પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે.
માહિતી મુજબ આ હોથલ ભેંસ ઘનશ્યામભાઈ મેહતાને તેમના મિત્ર દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. હાલ બજારમાં આ ભેંસની કિંમત અંદાજે 11 લાખ રૂપિયાથી વધુ ગણાય છે.આ અનોખી હોથલ ભેંસ રાજકોટમાં આવી પહોંચતાં પશુપાલન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે અને પશુપાલકોમાં નવી ઉત્સુકતા જગાવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *