ચોટીલા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, અનેક સરકારી સેવાઓનો લોકોને લાભ
Views: 59
0 0
Read Time:1 Minute, 43 Second

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નગરપાલિકા દ્વારા આજના દિવસે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સેવા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા નાગરિકોને સ્થળ પર જ જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ, આધાર કાર્ડ સુધારા અને નવા આધાર કાર્ડ, રેશન કાર્ડ સંબંધિત કુપન સુધારણા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, લાઈટ વિભાગ સંબંધિત કામો સહિત અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે સાથે નાના બાળકોના આધાર કાર્ડ બનાવવા, બેંકમાં ખાતા ખોલાવવાની પ્રક્રિયા તેમજ પોસ્ટ વિભાગ દ્વારા પણ સેવાઓ આપવામાં આવી હતી.


ચોટીલા તેમજ આસપાસના અનેક ગામોના નાગરિકોએ સેવા સેતુ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ લીધો હતો. નગરપાલિકા દ્વારા એક જ સ્થળે અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા લોકોને દોડધામમાંથી રાહત મળી હતી. સ્થાનિક નાગરિકોએ આ કાર્યક્રમને ખૂબ ઉપયોગી ગણાવી નગરપાલિકા તથા સંબંધિત વિભાગોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *