મોરબીની સેવા દિવેટી અલ્પાબેન કકકડ – જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારતો અનોખો માનવતાનો સેવાયજ્ઞ
Views 152

મોરબી શહેરમાં માનવતા અને સેવા ભાવનાનું જીવંત ઉદાહરણ બની ઉભી રહેલી અલ્પાબેન કકકડ છેલ્લા 7 થી 8 વર્ષથી “જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુંકડો”ના સુવાક્યને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે. માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌસેવાના નામે તેઓ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ આજે અનેક જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન બની છે.


મોરબીમાં વિવિધ પ્રસંગો કે કાર્યક્રમોમાં વધેલું ભોજન એકત્રિત કરી તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. માત્ર એટલું જ નહીં, દરરોજ સાંજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ સાથે આવેલા તેમના સગા-સંબંધીઓને દાતાઓના સહયોગથી નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે, જે ખરેખર માનવતાનો અનોખો દાખલો છે. તહેવારો દરમિયાન પણ અલ્પાબેનની સેવા અટકતી નથી. દિવાળી જેવા તહેવારોમાં શહેરમાંથી જૂના કપડાં અને ન વપરાતી વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સાથે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી ગરીબોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉનાળાની કડક ગરમીમાં ઠંડી છાસનું વિતરણ કરી લોકોની તરસ બુઝાવવાનું પવિત્ર કાર્ય પણ તેઓ સતત કરતા રહે છે. અલ્પાબેન કકકડની આ નિSwાર્થ સેવા અને સમાજ માટેના સમર્પણને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે. દિલ્હી ખાતે તાજ પેલેસ હોટેલમાં યોજાયેલા “The Rising India Sri Shakti” કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુ, પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની હાજરીમાં અલ્પાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભુજ ખાતે “સ્વયંસિદ્ધા એવોર્ડ” અને અમદાવાદમાં “ગુજરાત ગરીમા એવોર્ડ”થી પણ તેમને નવાજવામાં આવ્યા છે.


અલ્પાબેન કકકડ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર એક દિવસ નથી, પરંતુ તેમની માટે દરેક દિવસ સેવા, કરુણા અને માનવતાનો ઉત્સવ છે. પશુ-પક્ષી, ગૌસેવા અને માનવ સેવા માટે હંમેશા તત્પર રહેતી આ સેવાભાવી બહેન સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
માનવતા માટે અવિરત કાર્ય કરતી અલ્પાબેન કકકડને સમાજ તરફથી કોટી-કોટી વંદન અને તેમની સેવા યાત્રા સતત આગળ વધે તેવી શુભકામનાઓ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!