ચોટીલા ઉત્સવ ૨૦૨૫-૨૬ માટે તંત્ર સજ્જ : બે દિવસીય ભવ્ય આયોજન અંગે બેઠક યોજાઈ
Views 162

ચોટીલા: તારીખ ૦૯/૦૩/૨૦૨૬ના રોજ નાયબ કલેક્ટર H. T. Makwanaના અધ્યક્ષ સ્થાને આગામી ૧૧/૦૩/૨૦૨૬ અને ૧૨/૦૩/૨૦૨૬ના રોજ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ Chamunda Mataji Temple ખાતે યોજાનારા વર્ષ ૨૦૨૫-૨૬ના બે દિવસીય ચોટીલા ઉત્સવને સફળ બનાવવાના હેતુથી આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોટીલા ઉત્સવના સુચારૂ આયોજન, વ્યવસ્થા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન યુવા ઉત્સવ, કલા મહાકુંભ, નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા, આદિજાતિ મહોત્સવ તેમજ બાળ નૃત્ય નાટિકા સ્પર્ધામાં ભાગ લેનાર વૃંદો અને કલાકારોને આમંત્રણ આપી તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમો યોજવાની યોજના બનાવવામાં આવી છે. સાથે સંગીતના કલાકારોને પણ પોતાની કલાનું પ્રદર્શન કરવા મંચ આપવામાં આવશે.આ બેઠકમાં નીચે મુજબના અધિકારીઓ હાજર રહ્યા હતા: મામલતદારશ્રી ચોટીલા
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સુરેન્દ્રનગર ચીફ ઓફિસરશ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચોટીલા વતી પ્રતિનિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી

ચોટીલા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી Paschim Gujarat Vij Company Limited, ચોટીલા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણી પુરવઠા અને ગટર બોર્ડ, ચોટીલા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ, ચોટીલા ઉત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી હતી.
રિપોર્ટ : સંજય નંદેસરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!