શોર્ટ સર્કિટથી ખેડૂતને મોટું નુકસાન – 20 વીઘાનું ઘઉં બળીને ખાખ!!!
Views 136

હળવદ તાલુકાના નવા વેગડવાઓ ગામે ખેડૂતને ભારે આર્થિક નુકસાન થયું હોવાની ઘટના સામે આવી છે. ગામના ખેડૂત શંકરભાઈ શામજીભાઈ દલવાડીએ પોતાની વાડીમાં અંદાજે 20 વીઘા જમીનમાં ઘઉંનો પાક વાવ્યો હતો. ત્રણ મહિના સુધી કરેલી મહેનત બાદ પાક તૈયાર થવાની સ્થિતિમાં હતો, ત્યારે અચાનક આગ લાગવાથી આખો પાક બળી ગયો. મળતી માહિતી મુજબ PGVCLની 11 કીવી વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ ઝડપથી ફેલાતા થોડા સમયમાં જ આખા ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
ખેડૂત દ્વારા

ખાવા અને ઘરખર્ચ માટે ઘઉં વાવવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. હાલના સમયમાં ગરમી વધી રહી હોવાથી વીજ લાઈનોના જુના વાયર અથવા ટેકનિકલ ખામીના કારણે આવી ઘટનાઓ બનતી હોવાની ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે. સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા જવાબદાર તંત્રને નુકસાનનું મૂલ્યાંકન કરી યોગ્ય સહાય આપવા માંગ કરવામાં આવી છે. આ ઘટના ખેડૂત માટે આર્થિક અને માનસિક રીતે પણ ભારે પડતી જોવા મળી રહી છે.
રિપોર્ટર: સંજય નંદસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!