વાડીથી શેરી સુધી આરોગ્યનો સંદેશ : મેલેરિયા સામે મેસરીયા PHCની સતર્ક ઝુંબેશ
Views: 22
0 0
Read Time:3 Minute, 30 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ પ્રતિનિધિ દ્વારા વાંકાનેર: મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુ પૂર્વે મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગો સામે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા દ્વારા ગામડાં, વાડીઓ, ખેતરો તેમજ શેરી-ગલીઓમાં ઘરે-ઘરે પહોંચીને વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વી.કે. કારોલીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ અને મેસરીયા PHCના મેડિકલ ઓફિસર ડૉ. કિશન કણસાગરા તથા સુપરવાઈઝર રોહિતભાઈ રંગપરાના નેતૃત્વમાં આરોગ્ય ટીમે મેલેરિયા નિવારણ અંગે અસરકારક કામગીરી કરી હતી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રામજનોને સમજાવ્યું કે મેલેરિયા માદા એનોફિલીસ મચ્છરથી ફેલાતો ગંભીર રોગ છે. ચોખ્ખા અને સ્થિર પાણીમાં મચ્છરોનો પ્રજનન થાય છે, તેથી પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર કરવા, પાણીના ટાંકા અને વાસણોને ઢાંકીને રાખવા, નકામા ટાયર અને ભંગારનો સમયસર નિકાલ કરવા તેમજ આસપાસ સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ કરવામાં આવી હતી.


જાગૃતિ કાર્યક્રમ દરમિયાન પોરા અને ગપ્પી માછલીનું જીવંત નિદર્શન કરાવી કુદરતી રીતે મચ્છરના લાર્વાનો નાશ કેવી રીતે થાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કરી લોકોને મેલેરિયાના લક્ષણો, બચાવ અને સારવાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા, મચ્છર નિયંત્રણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિવાર અને સમાજ સુધી આરોગ્યનો સંદેશ પહોંચાડવાનીઙ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સરકારી દવાખાનાઓમાં મેલેરિયાનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. મેલેરિયા મુક્ત સમાજનું સ્વપ્ન ત્યારે જ સાકાર બની શકે જ્યારે દરેક નાગરિક સ્વચ્છતા અને સાવચેતીને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવે. મેસરીયા PHCની ટીમે વાડી-ખેતરથી લઈને શેરી-ગલી સુધી ઘરે-ઘરે જઈ જનજાગૃતિ ફેલાવી આરોગ્ય સુરક્ષાનો સંદેશ પહોંચાડ્યો છે, જે ચોમાસા પૂર્વે મેલેરિયા સામેની લડતમાં મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ ગણાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *