માનવતાની મિસાલ – અજય વિંજવાડિયાએ દલિત સમાજની દીકરીને ભાઈ બની આપ્યો સહારો
Views 176

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે માનવતા, સમરસતા અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ અજય વિંજવાડિયાએ દલિત સમાજની એક દીકરીના લગ્ન પ્રસંગે ભાઈ બની પોતાની જવાબદારી નિભાવી સમાજને એકતા અને માનવતાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે.

ભીમગુડા ગામે રહેતા આર્થિક રીતે નબળા દલિત પરિવારના ગૌતમભાઈ ટપુભાઈ સોલંકીની દીકરીના લગ્ન પ્રસંગે પરિવારને ભાઈનો સહારો ન હતો. આ વાતની જાણ થતાં અજય વિંજવાડિયાએ દીકરીને પોતાની બહેન સમજી લગ્ન પ્રસંગના તમામ કર્યાવરની જવાબદારી સ્વીકારી લીધી.
લગ્ન પ્રસંગે તેઓ ભાઈ તરીકે હાજર રહ્યા અને ‘જવતલ હોમી ભાઈ’ તરીકેની પરંપરાગત ફરજ પણ નિભાવી. આ પ્રસંગે કન્યાને આશીર્વાદ આપતાં તેમણે સમાજમાં સમરસતા અને માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું.
આ ઘટના માત્ર એક પરિવાર માટે સહાય નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. આજના સમયમાં જાતિ-પાતિના ભેદભાવને પાછળ મૂકી માનવતાને પ્રાથમિકતા આપવી એ જ સાચો ધર્મ છે, તે વાત આ પ્રસંગે સ્પષ્ટ બની છે.

ગામલોકોએ પણ અજય વિંજવાડિયાના આ કાર્યની પ્રશંસા કરી અને જણાવ્યું કે સમાજમાં આવી માનવતાની ભાવના વધે તો એકતા અને ભાઈચારો વધુ મજબૂત બની શકે.
ભાઈ બનીને કન્યાદાન જેવું મહાદાન કરીને અજય વિંજવાડિયાએ “છુત-અછૂત નહીં, માનવતા સૌથી મોટી” એવો સંદેશ આપ્યો છે અને સમાજમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!