સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની વિચાર વિમર્શ બેઠક, સંગઠન મજબૂતી પર ભાર
Views: 72
0 0
Read Time:2 Minute, 20 Second

સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા, બંધારણીય વ્યવસ્થા અને સમાજના ઉત્થાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે હાલમાં કેટલાક તત્વો સંગઠનની એકતા ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના મુદ્દા સામે આવ્યા છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે સંગઠનના બંધારણ મુજબ જે મામલો હાલ દિલ્હીની કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીમાં પેન્ડિંગ છે, તે અંગેનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી હાલની કાર્યકારી વ્યવસ્થા યથાવત્ રહેશે.તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો સંગઠનના નામે નવી નિમણૂકો જાહેર કરી રહ્યા છે, પરંતુ તે બાબતે કોઈ સત્તાવાર માન્યતા નથી. બંધારણ મુજબ નવી પસંદગી અથવા ચૂંટણી ન થાય ત્યાં સુધી હાલની ટીમ કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતી રહેશે.
બેઠકમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા, સાંસદ ઉમેશભાઈ કોળી પટેલ, પ્રદેશ મહિલા અધ્યક્ષ જિજ્ઞાસાબેન મેર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનની મજબૂતી જાળવવો, આંતરિક મતભેદોને ચર્ચા દ્વારા ઉકેલવા અને કોર્ટના નિર્ણય મુજબ આગળની કાર્યવાહી માટે તૈયારી કરવી રહ્યો હતો. સમાજના હિત માટે એકતા જાળવવા અને ગેરમાર્ગદર્શનથી સાવચેત રહેવા પર ભાર મૂકાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *