આમ આદમી પાર્ટી ની સ્ટુડન્ટ વિંગ ASAPનો મોરબી જિલ્લામાં પ્રારંભ
Views: 76
0 0
Read Time:1 Minute, 39 Second

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી ની સ્ટુડન્ટ વિંગ ‘ASAP’ નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન અનેક બાહોશ વિદ્યાર્થી નવયુવાનો પોતાની ટીમ સાથે જોડાયા હતા અને સંગઠનને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સંગઠનના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, આવનારા સમયમાં ASAP સ્ટુડન્ટો સાથે થતા અન્યાય અને અત્યાચાર સામે બુલંદ અવાજ ઉઠાવશે. સાથે જ મોરબી જિલ્લાના દરેક કોલેજોમાં સંગઠનનું વિસ્તરણ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.


સંગઠન દ્વારા યુવાધનને નશાની લતમાંથી દૂર રાખવા દારૂ અને ડ્રગ્સ વિરોધી કેમ્પેઈન પણ હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધારવા અને શૈક્ષણિક તથા સામાજિક પ્રશ્નો પર સજાગતા લાવવા પ્રયાસો કરવામાં આવશે.મોરબી જિલ્લાના જાગૃત વિદ્યાર્થીઓને પરિવર્તનની આ લડાઈમાં સહભાગી થવા અને ASAP સાથે જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ નવી પહેલ રાજકીય ક્ષેત્રે યુવા શક્તિને સંગઠિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *