મોરબીમાં જમીન દલાલ હત્યા કેસનો પર્દાફાશ: પાંચ આરોપીની ઝડપી ધરપકડ, વધુ બેની શોધખોળ ચાલુ
Views 91

મોરબી શહેરમાં ચકચારી બનેલી તાજમંહમદ કરીમભાઈ ભટ્ટી નામના જમીન દલાલની ક્રુર હત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ખાડામાં દાટેલો મૃતદેહ મળ્યા બાદ સાત આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ બે આરોપીઓને પકડવા તપાસ તેજ બનાવવામાં આવી છે.મળતી માહિતી મુજબ, જમીન-મકાનની લે વેચનું કામ કરતા તાજમંહમદ કરીમભાઈ ભટ્ટી (ઉ.વ. 47) ને દસ્તાવેજ કરવાના બહાને સેવાસદન બોલાવી કારમાં અપહરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ભડિયાદ ગામ તરફ લઈ જઈ માર મારવામાં આવ્યો અને હત્યા કરવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.આરોપીઓએ પીપળી રોડ પર આવેલા એક કારખાનામાં ખાડો ખોદી મૃતદેહ સળગાવી દાટી તેના પર સિમેન્ટનો ધાબો કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા રીયાઝ તાજમહમદ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપી બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડીયા અને જયદીપ કાનાભાઈ સેરશીયાની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા જણાવાયું છે

કે ફરાર આરોપી જીગ્નેશ બાલુભાઈ જાલરીયા અને ભાવેશ થોભણભાઈ અઘારાની શોધખોળ માટે વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આરોપીઓને કાયદેસરની કડક સજા મળે તે માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.મોરબી પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં પર્દાફાશ થયો છે, જેનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યુઝ, ઈકબાલ સાઈચા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!