Views 72

અહેમદાબાદ મિત્ર ન્યુઝ ધાંગધ્રા:સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં જરૂરિયાત મંદ દર્દીઓ માટે ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપની અનોખી સેવા માનવસેવકો દ્વારા ચાલી રહી છે ત્યારે તે ધાંગધ્રા ના બ્લડ ગ્રુપ ની સેવાની જ્યોત નો પ્રકાશ સર્વે સમાજ ચિંતકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યો હોય તેમ જન્મદિવસ હોય કે પછી મેરેજ એનિવર્સરી ની ખુશીની યાદગાર સ્વરૂપે રક્તદાન એ મહાદાન ની યાદ જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થાય તેવા પ્રિયાસો ના ભાગે ધાંગધ્રા માં મુસ્લિમ દંપતિએ પોતાના મેરેજ એનિવર્સરી અંતર્ગત તારીખ 20 1 2026 ના રોજ અસલમ ખાન બહાદુરખાન પઠાણ અને તેમના પત્નીસલમા બેન અસલમ ખાન પઠાણ બંને પતિ પત્નીએ બ્લડ ડોનેટ કરી પોતાની મેરેજ એનિવર્સરી ની અનોખી ઉજવણી કરી સર્વે સમાજ ચિંતકો માટે અનોખો સંદેશ પાઠવ્યો છે જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી જરૂરિયાત મંદ દર્દીઓની મદદરૂપ માટે ધાંગધ્રા ના બ્લડ ડોનેટ ગ્રુપ ની અપીલને પધાન્ય સ્વરૂપે રક્તદાન એ મહાદાન ના સૂત્રને સાર્થક કરવામાં ધાંગધ્રાના માનવસેવકો સેવા કાર્યમાં તત પર રહેતા જોવા મળે છે જેમાં દરેક જ્ઞાતિના સમાજ ના શુભ પ્રસંગે બ્લડ ડોનેટ કરવાનું આગ્રહ રાખવું જોઈએ જે બ્લડ ડોનેટ થી કોઈ માનવ દર્દીને દર્દમાં રાહત આપી માનવતાનો સંદેશ આપી શકીએ તેવા કાર્યો દરેક સમાજ ચિંતકો માટે પ્રેરણા રૂપ રહે એવો સંદેશ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ નો રહ્યો છે જે મુસ્લિમ સમાજ ના પઠાણ પરિવાર ના પતિ પત્નીએ પોતાની મેરેજ એનિવર્સરી નિમિત્તે બ્લડ ડોનેટ કરી માનવતા ની ઓળખ આપી છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!