હળવદમાં હોળી પર્વ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે તંત્ર સક્રિય બને તેવી લોકઅપેક્ષા
Views: 189
0 0
Read Time:1 Minute, 40 Second

હળવદ શહેર વિસ્તારમાં હાલ રોડ–રસ્તાના વિકાસ કાર્યો ચાલુ હોવાથી શહેરમાં અવરજવર પર અસર પડી રહી છે. આવનારા હોળી પર્વને ધ્યાનમાં રાખીને ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો શહેરમાં આવી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

સ્થાનિક નાગરિકોમાં ચર્ચા છે કે જો તંત્ર સમયસર યોગ્ય આયોજન કરે અને ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસનો “રાઉન્ડ ધ ઝીરો” જેવી કડક અને સતત દેખરેખ રાખે તો પરિસ્થિતિ સરળ બની શકે. ખાસ કરીને સીએનજી રીક્ષા અને ઈકો ગાડીઓ રોડ વચ્ચે ઊભી રાખવાના કારણે અવરોધ સર્જાય છે. જો આવા વાહનો માટે નિર્ધારિત પાર્કિંગ ઝોન નક્કી કરવામાં આવે અને નિયમ ભંગ કરનારાઓને મેમો ફટકારી કાયદાકીય જાગૃતિ અપાય, તો ટ્રાફિકમાં ઘણો સુધારો શક્ય બને.તહેવારોના ટાણે સુવ્યવસ્થિત આયોજન, પોલીસની સતત પેટ્રોલિંગ અને ટ્રાફિક વોલન્ટિયરોની નિમણૂંક જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે તો નાગરિકોને રાહત મળી શકે.શહેરના વેપારીઓ અને નાગરિકોનો પણ મત છે કે તંત્ર અને જનતા બંને સહકારથી કામ કરે તો હોળી પર્વ આનંદમય અને સુવ્યવસ્થિત રીતે ઉજવાઈ શકે.
રિપોર્ટર: સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *