૩૫ વર્ષની નિષ્ઠાવાન સેવાયાત્રાનો ગૌરવભર્યો વિરામ: વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એમ.વી. શેરસીયાનો ભાવભીન વિદાય સમારંભ
Views: 166
0 0
Read Time:3 Minute, 21 Second

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે 26 ફેબ્રુઆરીના રોજ સભાખંડ હોલમાં તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ અધિકારી એમ.વી. શેરસીયાનો વય મર્યાદા નિવૃત્તિ નિમિત્તે ભાવભીન સન્માન સમારંભ યોજાયો હતો.1991માં તલાટી કમ મંત્રી તરીકે પોતાની સેવાયાત્રાની શરૂઆત કરનાર અને વાંકાનેરના લાલપર ગામના વતની એવા એમ.વી. શેરસીયાએ પ્રથમ નિમણૂક મહુવા ખાતે મેળવી હતી.

તલાટીથી લઈને વિસ્તરણ અધિકારી સુધી તાલુકા પંચાયતમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી તેમણે ફરજ પ્રત્યેની નિષ્ઠા, પારદર્શક વહીવટ અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી આગવું સ્થાન મેળવ્યું હતું.આ સન્માન સમારંભમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વર્તમાન પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફ હરૂભા ઝાલા, કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી આઈ.એ.પરાસરા સહિત તાલુકા પંચાયતના સભ્યો, કર્મચારીઓ, તલાટી કમ મંત્રીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એમ.વી. શેરસીયાએ ૩૫ વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન હંમેશા પ્રજાહિતને પ્રથમ પ્રાથમિકતા આપી, વિકાસ કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું અને સહકર્મચારીઓ સાથે પરિવાર જેવી લાગણી જાળવી રાખી. તેમની સાદગી, ઇમાનદારી અને કાર્યશૈલી સૌ માટે પ્રેરણારૂપ રહી છે.


કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોના ફુલહારથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સહકર્મચારીઓ અને જનપ્રતિનિધિઓની લાગણીસભર વાણીથી સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. પોતાની લાંબી સેવાયાત્રાના સંસ્મરણો વ્યક્ત કરતાં એમ.વી. શેરસીયાની આંખો પણ આંસુઓથી ભીની થઈ ગઈ હતી.
28 ફેબ્રુઆરી 2026ના રોજ વય મર્યાદા અંતર્ગત સત્તાવાર નિવૃત્તિ લેતા પૂર્વે યોજાયેલ આ કાર્યક્રમ તેમના કાર્યજીવનને કૃતજ્ઞ અભિવાદન સમાન સાબિત થયો હતો. પેરણા સ્વરૂપ આ સન્માન સમારંભ માત્ર વિદાય નહીં, પરંતુ એકતા, લાગણી અને કદરનો અનોખો પ્રસંગ બની રહ્યો.
નિષ્ઠા, ઈમાનદારી અને પ્રજાસેવાના આદર્શ સાથે જીવેલી એમ.વી. શેરસીયાની સેવાયાત્રા આવનારી પેઢીના કર્મચારીઓ માટે નિશ્ચિતપણે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *