મોરબી મા દશનામ ગોસ્વામી સમાજનો ભવ્ય 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
Views 64

“‘એક મંડપ નીચે એકતાનું પ્રતીક — દાતાશ્રીઓના સહયોગ અને સંતોના આશીર્વાદથી સમૂહલગ્ન સફળ”‘

મોરબી ખાતે રામધન આશ્રમ શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો 15મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પવિત્ર પ્રસંગે 5 યુગલો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્નગ્રંથિમાં બંધાયા અને સમાજના આશીર્વાદથી નવા જીવનની શરૂઆત કરી.સમૂહલગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના, ફ્રિજ સહિત ગૃહઉપયોગી 79થી વધુ કિંમતી ચીજવસ્તુઓ ભેટરૂપે અર્પણ કરવામાં આવી. દાતાશ્રીઓ ના સહયોગથી નવદંપતીઓને સન્માનપૂર્ણ વિદાય આપવામાં આવી, જે સમાજની સહકારભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.આ પ્રસંગે આશ્રમના મહંત તેમજ

Ratneshwarideviએ નવદંપતીઓને આશીર્વાદ આપતા સંદેશ આપ્યો કે, “વેર, વહેમ અને વ્યસન જીવનમાંથી દૂર થાય તો જીવન ધન્ય બની જાય. લગ્નમાં આડંબર અને ખોટા ખર્ચાને બદલે સમૂહલગ્ન જેવી સાદગીપૂર્ણ પ્રથા અપનાવવી જોઈએ.” તેમણે નવી પેઢીને વધુ ભણતર, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાની અપીલ કરી તેમજ નાના બાળકોમાં મોબાઇલનો અતિરેક ટાળવા માર્ગદર્શન આપ્યું.પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ પણ નવદંપતિઓને સંદેશ આપ્યો કે, પરિવાર જીવનમાં પરસ્પર સમજૂતી, સહનશીલતા અને સ્નેહ જ સાચી સુખશાંતિનો આધાર છે. વહુને દીકરી સમાન માન અપાશે તો ઘરકંકાસ અને છૂટાછેડા જેવા પ્રશ્નો ઉદ્ભવશે નહીં.સમૂહલગ્ન માત્ર લગ્નવિધિ પૂરતું સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા, પરસ્પર પ્રેમ અને સહયોગનો ઉત્સવ છે. એક મંડપ નીચે અનેક પરિવારો જોડાતા સમાજનું સંગઠન મજબૂત બને છે અને ભાઈચારો વધુ ગાઢ બને છે.


પ્રસંગને વધુ ભાવુક બનાવતા જાણીતા ભજનીક રીટાબેન ગોસ્વામી અને રમીલાબેન ગોસ્વામીએ દીકરી વિષયક ભજનો રજૂ કરી હાજર જનમેદનીને ભાવવિભોર કરી દીધા.આ આયોજનને સફળ બનાવવા સમિતિના ગોસ્વામી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી, ડો. જયદીપપુરી મનસુખપુરી, પ્રવીણગીરી વસંતગીરી, રાજેશપુરી બટુકપુરી સહિત સેવાભાવી સભ્યોએ તન-મન-ધનથી જહેમત ઉઠાવી હતી. છેલ્લા 15 વર્ષથી ગોસ્વામી સમાજના સહયોગથી યોજાતા સમૂહલગ્ન સમાજસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે.
સમૂહલગ્ન — એકતામાં શક્તિનો સંદેશ અને સંસ્કારનું વાવેતર કરતો મહોત્સવ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!