હળવદમાં એસ.એસ.સી. વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી શુભેચ્છા સમારોહ: આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સંદેશ
Views 48

હળવદ ખાતે પાટિયા ગ્રુપ અને હળવદ યુવા ભાજપ દ્વારા વિવિધ રાજકીય આગેવાનો તેમજ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પર ફૂલવર્ષા કરી સ્નેહ અને આશીર્વાદ વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પેન વિતરણ કરી પ્રતિકાત્મક રીતે “જ્ઞાનની શક્તિ”નો સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ મીઠું મોં કરાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા અને નિર્ભયતાથી પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી.

આજના આધુનિક યુગમાં માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન પૂરતું નથી, પરંતુ ક્ષણપ્રતિ ક્ષણ આત્મનિર્ભર બની પ્રેક્ટિકલ અને પ્રયોગાત્મક જ્ઞાન મેળવવું પણ એટલું જ જરૂરી છે. વિદ્યાર્થીઓએ સમયનું યોગ્ય સંચાલન, સતત મહેનત અને એકાગ્રતા દ્વારા પોતાના લક્ષ્યો હાંસલ કરવા સંકલ્પ લેવો જોઈએ.કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી તેમની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!