વાંકાનેર તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા : પાંચ વર્ષના મહિલા શાસનકાળે વિકાસને મળ્યો નવો વેગ!!!
Views 82

વાંકાનેર તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે મળેલી આખરી સામાન્ય સભામાં વિકાસલક્ષી કાર્યોના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પાંચ વર્ષના મહિલા શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે આગલા કાર્યો માટે દિશાનિર્ધાર કરવામાં આવ્યો હતો.


સામાન્ય સભા 26 ફેબ્રુઆરીએ બપોરે 12:30 કલાકે મળી હતી. કુલ 24 સભ્યોમાંથી 14 સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ ગ્રામ વિકાસ યોજનાઓ, માર્ગ-મકાન, પીવાના પાણી, સ્વચ્છતા અને રાજ્ય-કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવી.મહિલા નેતૃત્વનું વિશેષ સ્થાન 17-03-2021ના રોજ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ અઢી વર્ષ સુધી સફળતાપૂર્વક શાસન સંભાળ્યું. ત્યારબાદ કૈલાસબા હરીસિંહ ઝાલાએ પ્રમુખ પદ સંભાળી વિકાસ યાત્રાને આગળ વધારી. કારોબારી ચેરમેન તરીકે જસ્મીનબેન જાવેદભાઈ બલોચ અને હાલ જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેરએ જવાબદારી નિભાવી છે. ન્યાય સમિતિમાં પાયલબેન સહિતના સભ્યોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.મહિલા શાસનકાળ દરમિયાન “આત્મનિર્ભર મહિલા”ના વિઝનને વાસ્તવિક રૂપ આપતાં ગ્રામ્ય વિસ્તારો સુધી વિવિધ યોજનાઓ પહોંચાડવામાં આવી. આ સમયગાળામાં પક્ષપાત વગર વિકાસ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી હતી.પક્ષભેદ ભૂલી વિકાસને પ્રાથમિકતા


બેઠક દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સભ્યોએ વિકાસ કાર્યોમાં સહયોગ આપ્યો હોવાનું ઉલ્લેખાયું. મહિલા પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરભા ઝાલાએ વિરોધ પક્ષ સહિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી એમ.વી. સરસિયાએ વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી આપી. નિવૃત્તિ પ્રસંગે સન્માન
વયમર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થતાં તાલુકા પંચાયત ના વીસ્તણ અધિકારી એમ.વી. શેરસિયાને સભ્યો દ્વારા વિદાય આપવામાં આવી. તેમની કામગીરીની પ્રશંસા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વિકાસમય પાંચ વર્ષ – એક સંદેશ
પાંચ વર્ષના મહિલા શાસનકાળે સાબિત કર્યું કે સુશાસન, સહકાર અને વિકાસલક્ષી દૃષ્ટિકોણ હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર પરિવર્તન શક્ય છે. સર્વપક્ષીય સહયોગથી વાંકાનેર તાલુકા પંચાયત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!