ટ્રાફિક સચેતનતા જરૂરી: હીરાસર એરપોર્ટ પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી
Views 119

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક આવેલા હિરાસર એરપોર્ટ પાસે આજે સવારે અંદાજે આઠ વાગ્યે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.માહિતી મુજબ સુરેન્દ્રનગરથી રાજકોટ આવતી એસટી બસ (નંબર GJ 18 T 1121) રાજકોટથી સુરેન્દ્રનગર જતી વખતે આગળ ચાલી રહેલા ટ્રેક્ટર (નંબર GJ 03 LG 4619) સાથે ભડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસના આગળના કાચને ભારે નુકસાન થયું હતું.ટ્રેક્ટરની પાછળ જોડાયેલ વાડીમાંથી મોટર કાઢવા માટેનું મશીન અને તેની સાથે જોડાયેલ ગોડ રોલ મશીનનું ટાયર પણ અથડામણના કારણે નીકળી ગયું હતું. ટ્રેક્ટરના પાછળના ભાગને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશન બામણબોરના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ ઘટનાને પગલે ટ્રાફિક સચેતનતા અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. આધુનિક યુગમાં વધતી વાહનવ્યવહારની ગતિને ધ્યાનમાં રાખી દરેક વાહનચાલકે સાવચેત રહેવું જરૂરી છે. તસવીર અહેવાલ: બાબુભાઈ ડાભી, બામણબોર (રાજકોટ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!