મોરબીમાં નાના વ્યાપારીઓની હેરાનગતિ બંધ કરી સમાન ચાર્જ વસુલવાની માંગ
Views 718

મોરબી શહેરમાં તહેવારોના સમયગાળા દરમિયાન જાહેર માર્ગ પર તાત્કાલિક સ્ટોલ ગોઠવી જીવન નિર્વાહ કરતા નાના વ્યાપારીઓને થતી હેરાનગતિ બંધ કરવા તેમજ અન્ય મહાનગરપાલિકાની જેમ સમાન અને યોગ્ય ચાર્જ વસુલવાની માંગ ઉઠી છે.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા આ મુદ્દે સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે તહેવારો દરમિયાન નાના વેપારીઓ ફટાકડા, રમકડાં, સજાવટ સામાન, મીઠાઈ અને અન્ય તહેવારી ચીજવસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ હાલમાં તેમને વધુ ચાર્જ વસુલાત અને કાર્યવાહીનો સામનો કરવો પડે છે, જે યોગ્ય નથી.રજુઆતમાં જણાવાયું છે કે અન્ય મહા નગરપાલિકાઓ માં જે દર પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે

તે જ પ્રમાણે મોરબીમાં પણ ચાર્જ નક્કી કરવો જોઈએ, જેથી નાના વેપારીઓ પર આર્થિક બોજો ન વધે.પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓ શહેરની આર્થિક વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે અને તહેવારોમાં તેઓ જનતાને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવે છે. તેથી તેમની સાથે સમાન અને ન્યાયપૂર્ણ વલણ રાખવું જરૂરી છે.આ મુદ્દે તંત્ર યોગ્ય નિર્ણય લઈને નાના વેપારીઓને રાહત આપે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!